તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:યુપીએલ કંપનીની પાણીની લાઇનમાં જોડાણના મુદ્દે મારી નાખવાની ધમકી, પાદરિયા-પણિયાદરાના લોકોએ જોડાણ કર્યું હતું, 3 લોકો સામે પોલીસ ફરિયાદ

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેજમાં યુપીએલ 12 કંપનીની પાણીની પાઇપલાઇનમાં પાદરિયા અને પણિયાદરાના લોકોએ ગેરકાયદે જોડાણ કર્યું હતું. જેના કારણે કંપની સંચાલકોએ તેમને જોડાણ બંધ કરવા કહ્યું હોવા છતાં તેમ નહીં કરતાં કંપનીએ જીઆઇડીસીમાંથી પાણીની આવક બંધ કરાવી હતી.જેથી ત્રણ જણાએ કંપનીના અધિકારીઓને મારી નાંખવાની ધમકી આપતાં દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.દહેજની યુપીએલ કંપનીના એચઆર મેનેજર વિનોદ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કડોદરા ગામે યુપીએલ 12 પ્લાન્ટમાં જીઆઇડીસીમાંથી પાણીનો સપ્લાય મળે છે.તેમના કંપનીના પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટના સિવિલ ફન્કસનમાં કામ કરતાં રાકેશ પટેલે તેમને જણાવ્યું હતું કે,

તેમની પાણીની પાઇપલાઇનમાં પાદરિયા અને પણિયાદરા ગામના માણસોએ તોડી બે પાઇપ જોઇન્ટ કરી છે. જેના પગલે તેમણે તપાસ કરાવી હતી તેમજ પણિયાદરાના રણજીતભાઇને તે મામલે વાત કરવા કંપનીએ બોલાવતાં રણજીતભાઇ પારદરિયાના ભુપતાભાઇ તેમજ અન્ય એક શખ્સ સાથે આવ્યાં હતાં. કંપની સંચાલકોને તેમનું જોડાણ કાઢી નાંખવા જણાવતાં તેઓએ ધમકી આપી હતી.

જેથી કંપની સંચાલકોએ જીઆઇડીસીમાં જાણ કરી તેમની પાણીની પાઇપલાઇન બંધ કરાવી હતી. જેની રીસે રણજીતે કંપનીના સીએસઆર ડિપાર્ટમેન્ટના નાથાભાઇ ડોડિયાને ફોન પર પાણી શરૂ કરવા અને જો નહીં કરે તો મારી નાખવાની ધમકી આપતા એચઆરે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...