શિયાળામાં વરસાદ:ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ, વિવિધ માર્ગો પર પાણીના ખાબોચિયા ભરાયા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિયાળાની સિઝનમાં સર્વત્ર વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળ્યા
  • ખેતરોમાં રહેલા ઊભા પાકને લઈ ખેડૂતોમાં ચિંતા

ભરુચ જિલ્લામાં આજે ગુરુવારના રોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. વેસ્ટર્ન ડિસબન્સના પગલે સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યાં બાદ વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે શરૂ થયેલા વરસાદે અચાનક રફતાર પકડી હતી અને વિવિધ માર્ગો પર પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળ્યા હતા. શહેરમાં 15 મિનિટ સુધી વરસાદ ખાબક્યો હતો. જેથી લોકોને ભર શિયાળાની સિઝનમાં સર્વત્ર વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અચાનક કમોસમી વરસાદ વરસતા લોકો શિયાળાની સિઝનમાં ગરમ કપડાને બદલે રેઇનકોટ પહેરવા મજબૂર બન્યાં હતા. કમોસમી વરસાદને પગલે ખેતરોમાં રહેલા ઊભા પાકને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. તેમજ બાંધકામ સાઇટના બિલ્ડરો મુસીબતમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...