તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Unripe Seeds Will Become A Traffic Problem For The Golden Bridge In The Past; The Distance Of 7 Km Will Be Reduced, The Inauguration Will Be On The 12th

ભરૂચમાં નર્મદામૈયા બ્રિજ તૈયાર:અષાઢી બીજથી ગોલ્ડન બ્રિજની ટ્રાફિક સમસ્યા બનશે ભૂતકાળ; 7 કિમીનું અંતર ઘટશે, 12મીએ લોકાર્પણ થશે

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
નર્મદા નદી પર બંધાયેલા વધુ એક બ્રિજ-નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ અષાઢી બીજના દિવસે એટલે કે 12 જુલાઈએ કરાશે. - Divya Bhaskar
નર્મદા નદી પર બંધાયેલા વધુ એક બ્રિજ-નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ અષાઢી બીજના દિવસે એટલે કે 12 જુલાઈએ કરાશે.
  • 400 કરોડના ફોરલેન નર્મદા મૈયા બ્રિજ ઉપર સડસડાટ દોડશે
  • હજારો વાહનો, N.H. 48 ઉપર કેબલ બ્રિજ ટોલટેક્સ બચશે

નર્મદા નદી પર બંધાયેલા વધુ એક બ્રિજ-નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ અષાઢી બીજના દિવસે એટલે કે 12 જુલાઈએ કરાશે. આ કારણે સરદાર બ્રિજ પર જવા માટેનું 7 કિમીનું અંતર ઘટશે. આ ઉપરાંત તેના પર વસૂલાતો રૂ.25નો ટોલ ટેક્સ પણ બચશે. ગોલ્ડન બ્રિજને સમાંતર આ બ્રિજ આવેલો છે. ગોલ્ડન બ્રિજ પરથી રોજના 10 હજાર વાહન પસાર થાય છે.

ભરૂચ અને અંકલેશ્વરની જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તેવા ગોલ્ડન બ્રિજને સમાંતર બનેલા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ આગામી 12 જુલાઈના રોજ નાયબ મુખ્યમંત્રી ડે. CM નીતિન પટેલના હસ્તે કરવામાં આવશે. ઔદ્યોગિક ગઢ ભરૂચ અને અંક્લેશ્વર શહેર વચ્ચે 141 વર્ષથી અડીખમ ઉભેલો અંગેજોએ નિર્માણ કરેલો સાંકડો ગોલ્ડનબ્રિજ વાહનોની ભરમાર વચ્ચે નર્મદા નદી ઉપર નવા બ્રિજની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી.

કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રિજ અંગેજોના શાસનથી લઈ આઝાદી બાદ સ્વરાજમાં 141 વર્ષથી અવિરત સેવા આપી રહ્યો છે. અને તેમાં વાહનોનું ભારણ વધતા નવા બ્રિજની જરૂરીયાત વર્તાતા ડિસેમ્બર 2015માં નર્મદા મૈયા બ્રિજનું ખાતમુહુર્ત તત્કાલીન મુખ્યમંત્રી CM આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. નર્મદા મૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જતા 12 જુલાઈ રથયાત્રા ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રીજ અંદાજીત 400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે શુક્રવારે કલેકટર કચેરીમાં એક બેઠક મળી હતી.