તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલે પધાર્યા:ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પ્રજાને ગરમીમાંથી છુટકારો, ખેડૂતોમાં હરખ

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ, હાંસોટ અને નેત્રંગમાં દોઢ ઇંચ અને વાલીયામાં એક ઇંચ મેઘમહેર

ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરતા પ્રજાને આકરી ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોના પાકને જીવતદાન મળતા હરખની હેલી જોવા મળી રહી છે.

વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ હાંસોટ તાલુકામાં 36 મિમી, ભરૂચમાં 33 મિમી, નેત્રંગમાં 32 મિમી, વાલીયામાં 26 મિમી, અંકલેશ્વરમાં 19 મિમી, વાગરા 18 મિમી, ઝઘડિયા 11 મિમી, આમોદ 9 મિમી જ્યારે સૌથી ઓછો વરસાદ જંબુસર તાલુકામાં માત્ર 2 મિમી નોંધાયો હતો. રવિવારે પણ દિવસભર વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. જોકે માત્ર છુટા છવાયા ઝાપટાં વરસતા ઉકળાટનું પ્રમાણ યથાવત રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...