અનોખી કાર રેલી:મહિલા સશક્તિકરણ, અંગદાન જાગૃતિ માટે અનોખી કાર રેલી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની મહિલાઓ અમદાવાદ સુધી કાર હંકારીને રેલીમાં જોડાઈ

ભરૂચની રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી કાર રેલીનું આયોજન કરાયું હતું.મહિલા સશકિતકરણ અને અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રાજયમાં બે સ્થળોએથી કાર રેલી યોજવામાં આવી રહી છે.રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાંથી નીકળેલી કાર રેલી અમદાવાદ ખાતે ભેગી થશે અને અમદાવાદમાં એવોર્ડ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.

અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે યોજાઇ રહેલી રેલીમાં 28 કાર જોડાય છે અને આ તમામ કાર મહિલાઓ જ ચલાવી રહી છે.ભરૂચ ખાતેથી કાર રેલીને જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.તેમની સાથે કલબના પ્રમુખ નિર્મલસિંહ યાદવ, પ્રોજેકટ ચેરમેન પુનમ શેઠ, રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખ ડો.વિક્રમ પ્રેમકુમાર તથા અન્ય મહેમાનો અને કલબના સભ્યો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...