• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Unique Belief Of Offering Rice Cakes To Mandvyeshwar Mahadev Of Ankleshwar After Kashi Vishwanath From All Over The Country On The Occasion Of Kali Chaudhash Parve

અનોખી વિધિ:કાળી ચૌદશ પર્વે નિમિત્તે દેશભરમાંથી કાશી વિશ્વનાથ બાદ અંકલેશ્લરના માંડવ્યેશ્વર મહાદેવને ભાતના પીંડ અર્પણ કરવાની અનોખી માન્યતા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અતિ પોરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્રમ બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે ભાતના પીંડ અર્પણ કરાયા
  • પિતૃ દોષ નાશ પામતો હોવાની માન્યતા સાથે અનોખી વિધિ કરવામાં આવી

તંત્ર મંત્ર અને સાધનાના પર્વ કાળી ચૌદશ નિમિત્તે અંકલેશ્વરના માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીને ભાતના પીંડ અર્પણ કરવાની અનોખી માન્યતા છે. આમ તો કાળી ચૌદશને તંત્ર, મંત્ર અને સાધનાનું પર્વ ગણવામાં આવે છે, પરંતુ આજના દિવસે અંકલેશ્વરના અતિ પોરાણિક રામકુંડ તીર્થ ક્ષેત્રમ બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે અનોખી માન્યતા છે.

કાળી ચૌદશ નિમિત્તે અહી મહાદેવજીને ભાતના પીંડ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી પિતૃ દોષ નાશ પામતો હોવાની માન્યતા છે. સમગ્ર ભારત દેશમાં વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવ અને અંકલેશ્વરના માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે એમ બે જ સ્થળોએ ભાતના પીંડ અર્પણ કરવાની માન્યતા છે. શિવલીંગને ભાતના પીંડથી ઢાંકી દેવામાં આવે છે અને ત્યારબાદ દેવાધિ દેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...