અકસ્માત:દહેજ-આમોદ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેજ-આમોદ રોડ ઉપર આવેલી બી.ઇ.એલ.ઓ અને આઈ.પી.એલ. વચ્ચે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. જેથી રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.

મૂળ ઝારખંડના અને હાલ આમોદ રોડ ઉપર આવેલી એક કોલોની ખાતે રહેતો 30 વર્ષીય અજિત શ્યામ બિહારી દહેજની ભારત રસાયણ કંપનીમાં સળિયા સેંટિંગનું કામ કરે છે. ગતરોજ તે બપોરે તબિયત સારી ન હોવાથી કંપનીની બહાર દવા લેવા ગયો હતો.

આ દરમિયાન દહેજ-આમોદ રોડ ઉપર આવેલી બી.ઇ.એલ.ઓ અને આઈ.પી.એલ. વચ્ચે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને રાહદારી અજિત રાજવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને 108ની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યારે આ અંગે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...