રોજગાર તાલીમ:બેરોજગાર યુવક- યુવતીઓને ભરૂચમાં રોજગારલક્ષી તાલીમ અપાઈ, કલેક્ટરના હસ્તે સર્ટિફિકેટ અપાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં 35 ફાસ્ટફૂડ અને 28 ડેરી ફાર્મિંંગની તાલીમ મેળવનારને સર્ટિફિકેટ એનાયત

ભરૂચમાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ દ્વારા તાલીમ લીધેલા યુવક- યુવતીઓને સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સંસ્થા દ્વારા 18થી 45 વર્ષની અંદરના શિક્ષિત -અશિક્ષિત બેરોજગાર યુવક- યુવતીઓને આર્થિક રીતે પગભર કરવા માટે અને ઉદ્યોગ સાહસિકતાને ખીલવવા માટે સંસ્થા દ્વારા ફ્રી માં 60 પ્રકારની તાલીમ આપવામાં આવે છે.આ સંસ્થા દ્વારા આ વર્ષે તાલીમ લઇ રહેલા 35 ફાસ્ટફૂડ અને 28 ડેરી ફાર્મિંગના તાલીમાર્થીઓની તાલીમ આપવામાં આવી હતી.આ તમામ તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થતા બુધવારના રોજ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયા દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

જયારે સિવણ ક્લાસિકના ટ્રેનિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા સમાહર્તાએ બહેનોને સન્માનિત કરતા જણાવ્યું હતું કે,બહેનો આત્મનિર્ભર સાથે સ્વનિર્ભર બની અને સ્વાભિમાનથી જીવન જીવી શકો અને પરિવારને સમાજને મદદરૂપ થાવ અને આ ટ્રેનિંગ થકી તમે ગામના અન્ય લોકોને ટ્રેનિંગ આપી પોતાના માટે, ગામ માટે અને સમાજ માટે સેવા કરી શકો એમ જણાવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ડીરેક્ટર પી.એન. વસાવા, લીડ બેન્ક મેનેજર જે.એસ.પરમાર, સહિતનાઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...