આપઘાત:કામ નહીં મળતા શ્રમજીવીએ એસિડ ગટગટાવી જીવન ટુંકાવ્યું

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાલાઘોડા પાસે રહેતી મહિલાને ઝેરી સર્પે દંશ દેતા સારવાર વેળાં મોત
  • રાજપીપળા શહેરમાં યુવાન અને મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

રાજપીપળા રાજેન્દ્રનગરમાં આવેલા જલારામ મંદિર ઉપર આવેલા રૂમમાં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા વ્યક્તિએ કામ ન મળતા એસીડ પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી મુજબ જલારામ મંદિર રાજેંદ્રનગર સોસાયટી રાજપીપલા ખાતે રહેત 40 વર્ષીય કલ્પેશ ડોડીયા ગત રોજ બપોરે એસિડ પી લેતા તેમને રાજપીપલા હોસ્પીટલ બાદ એસ.એસ.જી હોસ્પીટલ માં લઇ જતા ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હોય રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મરનાર કલ્પેશભાઈ ડોડીયા છૂટક મજૂરીકામ કરતા હતા પરંતુ ઘણા સમયથી કામ ન મળતા તેઓ બેકાર ફરતા હોવાથી આ પગલું ભર્યું છે. જ્યારે રાજપીપળાના કાળાઘોડા પાસે રહેતા 32 વર્ષીય પદમાબેન વસાવાને ઘરે ડાબા હાથની આંગળીમાં ઝેરી સાપ કરડતા સિવીલમાં સારવારમા તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...