યોજના:આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ખેડૂતોને 75 ટકા સહાય અપાશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજયના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ખેડૂતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબોને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના સરકારે જાહેર કરી છે.

તેમજ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાયની યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને મંજૂરી હુકમના વિતરણ તેમજ વિવિધ યોજનાઓની જાણકારી માટે ક્લસ્ટરનો કાર્યક્રમ આજે ગુરૂવારે ભરૂચ , ઝધડીયા અને જંબુસર ખાતે રાખવામાં આવ્યો છે. ભરૂચ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ ક્લસ્ટરનો કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે સહકાર, રમત-ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ, વાહન વ્યવહાર વિભાગના રાજયકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે.

અન્ય સમાચારો પણ છે...