તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ચાવી બનાવવાના બહાને 2 શખ્સ રૂ 2.16 લાખના દાગીના લઇ ગયાં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના નંદેલાવ રોડ પર આવેલાં આશીર્વાદ નગરમાં બનેલી ઘટના

ભરૂચના નંદેલાવ રોડ પર આશિર્વાદ નગરમાં રહેતાં યશપાલ રાજપૂત શ્રવણ ચોકડી પાસે પ્રિયા ઇન્ટેલિજન્સ સિક્યુરિટી નામની ઓફિસ ધરાવે છે. તે ઓફિસે ગયાં હતાં. તે વેળાં બે સરદારજીઓને તેમની પત્ની અંશુએ તિજોરીની ચાવી બનાવવા ઘરમાં બોલાવ્યાં હતાં. જે બાદ સરદારજીઓએ તેમની તિજોરીની ચાવી બનાવ્યાં બાદ તેમના લોકરની ચાવી ન હોઇ તે પણ બનાવવાનું શરૂ કર્યું હતું.

ત્યારે તેમના પુત્રનો ઓનલાઇન ક્લાસ ચાલુ થતાં તેઓ અન્ય રૂમમાં આવ-જા કરતાં હતાં. દરમિયાનમાં સરદારજીઓએ ચાવી બનાવી લીધાં બાદ લોકમાં તેલ નાખ્યું હોઇ 1 કલાક બાદ ખોલજો તેમ કહીં રૂા. 100 લઇ જતાં રહ્યાં હતાં. જે બાદ અંશુબેને ચારેક વાગે લોકર ખોલવાનો પ્રયાસ કરવા છતાં તે નહીં ખુલતાં તેમણે અને તેમના પુત્ર આદિત્યે બળપુર્વક લોકર ખોલતાં અંદરથી કુલ 2.16 લાખના સોનાના દાગીના ચોરીએ ગયાં હોવાનું જાણ થયું હતું.જેથી તેમણે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...