રાઇટ ટુ એજ્યુકેશન:RTE અંતર્ગત 513 છાત્રો આજે શાળા ફેર કરી શકશે

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) અંતર્ગત ભરૂચ જિલ્લાની 284 ખાનગી શાળાઓ માટે 3200 બેઠકોની ફાળવણી કરી હતી. જેમાંથી 1760 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. 22 સપ્ટેમ્બરે મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ફોર્મ રદ થયા તેવા 1546 વિદ્યાર્થીઓને ફરી તક આપવાનો ઠરાવ પસાર કરાયો હતો. જોકે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અપ્રુવ થયેલ 2273 અરજીઓ પૈકીની 513 બેઠકો પર શાળા બદલીને પ્રવેશ આપવાની પ્રક્રિયા આવતી કાલ સુધી શરૂ કરાઇ છે. જેમાં વિદ્યાર્થીઓ આરટીઇની ઓફિસિયલ વેબસાઇટ પર શાળા બદલીને ફરી પ્રવેશ માટે એપ્લાય કરી શકશે.

ટુંક સમયમાં આરટીઆઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરાશે. પરંતુ 1546 રિજેક્ટ થયેલી અને 1229 રદ થયેલી વિદ્યાર્થીઓની અરજીને ફરી તક મળવાની નથી. અપ્રુવ થઇ પણ પ્રવેશથી વંચિત રહેલા 513 વિદ્યાર્થીઓ શાળા બદલીને ખાલી જગ્યા વાળી શાળાઓ પસંદ કરીને આરટીઇ અંતર્ગત એડમિશન મેળવી શકશે.જેમના ડોક્યમેન્ટ અસ્પષ્ટ કે અધુરા અપલોડ કર્યા હોય તેમને ફરી પ્રવેશ મળે તેની શક્યતા નહિવત જણાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...