બેકાબુ કાર:અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બેકાબુ કારે ચાર વાહનોને અડફેટે લીધા, કારને મોટું નુકસાન

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારના ચાલકનો સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ન રહેતા કાર બેફામ બની

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી નવસર્જન બેન્ક પાસે ગત મોડી સાંજે એક કારના ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવ્યો હતો અને માર્ગ ઉપર અન્ ચાર વાહનોને ટક્કર મારી હતી. સદર અકસ્માતમાં કેટલાક વાહન ચાલકોને સામાન્ય ઇજાઓ પહોચી હતી. જ્યારે અકસ્માત સર્જનાર કારને મોટું નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે, રાત્રિના સમયે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કેટલાક લોકો બેફામ બનીને વાહનો ચલાવે છે અને તેના કારણે રહદરીઓએ ભોગ બનવું પડે છે. ત્યારે આ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કડકાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...