તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભરૂચ સિવિલ હોસ્પિટલ પાસે બેકાબુ કાર ચાલકે 2 ગાડીઓને અડફેટે લીધી, કોઈપણ જાનહાની નહીં

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્ટીયરિંગ ઉપર અચાનક કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો

આત્યારે રોડ સેફ્ટીનો સવાલ વધારે ગંભીર બનતો જઇ રહ્યો છે. તેવામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી દીધું હતું, જેના કારણે તેણે 2 અન્ય કારને પોતાની અડફેટે લઈ લીધી હતી. ઘટનાસ્થળેથી મળેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈનેપણ ઇજા પહોંચી નથી.

બેકાબુ કાર ચાલકે જે 2 કારને અડફેટે લીધી
આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલ નજીકથી એક હોન્ડાસીટી કારનો ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેને પોતાના કારના સ્ટીયરિંગ ઉપર અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે તેની કાર રોડની સાઈડમાં પડેલી અન્ય 2 ગાડીઓ જોડે પૂરઝડપે અથડાઈ ગઈ હતી. આ બેકાબુ કાર ચાલકે જે 2 કારને અડફેટે લીધી તે વેચાણ અર્થે મુકવામાં આવેલી ગાડીઓ હતી, જેને પણ ઘણુ નુકશાન પહોંચ્યુ હતું. તેની સાથે આ ટક્કરમાં હોન્ડાસીટી કારનું પણ કચ્ચરઘાણ નીકળી ગયું છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સદનસીબે કોઈપણ જાનહાની કે ઈજા નોંધાઈ નથી. આસપાસના લોકોએ ભેગા મળીને હોન્ડાસીટી કારના ચાલકને કારની બહાર નીકાળી લેતા તેના પણ આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. સ્થાનિકોએ આ ઘટનાના પગલે હજી સુધી કોઈના પણ સામે પોલીસ ફરિયાદ નોંધી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો