ડૂબી જતા બેના મોત:વાલિયાના કોંઢ ગામના તળાવમાં મામો-ભાણિયો ડૂબ્યા, ભાણાનો મૃતદેહ મળ્યો, મામાની શોધખોળ જારી

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાલિયાના કોંઢ ગામે અન્ય તળાવમાં ગણેશ વિસર્જન બાદ ગામ તળાવ પાસેથી ઘરે જતા મામો-ભાણિયો તળાવમાં ડૂબી જતા ભાણિયાનો મૃતદેહ મળ્યો હતો જયારે લાપત્તા બનેલ મામાની તરવૈયાએ શોધખોળ હાથ ધરી છે. વાલિયા તાલુકાના કોંઢ ગામની નવી નગરીમાં રહેતા 28 વર્ષીય સુનીલ સુરેશ વસાવા પોતાના આશરે 10 વર્ષીય ભાણીયા રોન્શન વિજય વસાવા સાથે બોઈદ્રા ગામ ઉપર આવેલા તળાવમાં ગ્રામજનો સાથે ગણેશ વિસર્જન માટે ગયા હતા. જેઓ ત્યાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વેળા ગામ તળાવ પાસે પગ લપસી જતા બંને તળાવમાં ગરક થઇ ગયા હતા જેને પગલે બંને ડૂબી ગયા હતા. આજરોજ સવારે બાળકનો મૃતદેહ ગ્રામજનોએ જોતા ગામના આગેવાનોએ વાલિયા પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બાળકના મૃતદેહનો કબજો મેળવી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અને તરવૈયાઓની મદદથી લાપત્તા બનેલ મામાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...