અબ્દુલે પીરસ્યું ભુખ્યાઓને ભોજન:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અબ્દુલે અંકલેશ્વરમાંભૂખ્યાને ભોજન સેન્ટરની લીધી મુલાકાત કરી, પોતાના હાથે પીરસ્યું ભૂખ્યાઓને ભોજન

ભરૂચએક મહિનો પહેલા
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અબ્દુલ ચાચાનું પાત્ર ભજવતાં શરદ સાંકલાએ ભર્યુ ભૂખ્યાઓનું પેટ
  • રોજ 300થી વધુ લોકોને ભોજન પીરસવું એ ઘણી મોટી વાત : શરદ સાંકલા
  • પોતે પણ મદદ કરવા આગળ આવશે તેમ જણાવ્યુ

અંકલેશ્વરની પ્રતિન ચોકડી ખાતે સેવાભાવી વેપારી અને આગેવાન માંગીલાલ રાવલ સહિતના સભ્યો દ્વારા છેલ્લા અઢી વર્ષથી ભૂખ્યાને ભોજન સેન્ટર થકી સેવા આપવામાં આવે છે. આ સેન્ટર ખાતે નગરજનો તેમના જન્મ દિવસની ઉજવણી કરી ભૂખ્યાઓને ભોજન પીરસતા જોવા મળે છે. ત્યારે ગઈકાલે મંગળવારના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ અબ્દુલ ચાચાનું કિરદાર નિભાવતા શરદ સાંકલા સાંજે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.

તેમણે મ્યુઝિકની શોપમાં કામદાર તરીકે નોકરી કરતાં બોરભાઠા બેટ ગામના જયેશ પટેલના જન્મ દિન નિમિત્તે કેક કટિંગ કરી ઉજવણી કરી હતી. જેના પછી તેમણે પ્રતિન ચોકડી સ્થિત ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે ભૂખ્યાઓને ભોજન પીરસ્યું હતું અને આ સેવા કાર્યને બિરદાવ્યું હતું. તેમણે રોજ 300થી વધુ લોકોને ભોજન પીરસવું એ મોટી વાત છે તેમ કહી આ કાર્યમાં સહભાગી થવાની લાગણી વ્યક્ત કરી હતી અને પોતે પણ મદદ કરવા આગળ આવશે તેમ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...