જાગૃત નાગરિકે અરજી કરતા...:ભરૂચના ગુસણા ગામે અનધિકૃત બનેલો પેટ્રોલ પંપ સીલ

ભરૂચ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના વગુસણા ગામની સીમમાં એક શખ્સે અનધિકૃત રીતે પેટ્રોલપંપ બનાવ્યો હોવાની ફરિયાદ એક જાગૃતનાગરિકે ભરૂચ-અંક્લેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી( બૌડા) માં કરી હતી. જેના પગલે મામલાની સુનાવણી પણ રાખવામાં આવી હતી. જેમાં પણ તેઓ હાજર ન રહેતાં બૌડાએ પેટ્રોલપંપને સીલ કરવાનો હૂકમ કર્યો છે.

ભરૂચ તાલુકામાં આવેલાં વગુસણા ગામે નવા સર્વે નંબર 192 ની જમીન પર બનાવેલો ઇન્ડિયન ઓઇલ કંપનીનો કંપની ઓવન કંપની ઓપરેટેડ(કોકો) પંપ બૌડાની પરવાનગી વિના બનાવવામાં આવ્યો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિકે બૌડામાં કરી હતી. જેના પગલે બૌડાએ પેટ્રોલપંપના અનધિકૃત બાંધકામ બાબતે પેટ્રોલપંપના સંચાલક કેતનસિંહ યાદવ તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સૂરત ડિવિઝનને તમામ પુરાવા રજૂ કરવા જણાવાયું હતું.

જોકે, અનેક પત્રવ્યવહાર બાદ પણ તેઓ દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. દરમિયાનમાં બૌડા દ્વારા ગત 24 જૂન મહિનામાં આ મામલાને લઇને સુનાવણી રાખવામાં આવી હતી. તેમાં પણ તેઓ હાજર ન રહેતાં આખરે બૌડા સત્તાધિશોએ તારણ કાઢ્યું હતું કે, તેઓને આ મામલામાં કોઇ જ પ્રકારની રજૂઆત કરવી નથી. જેને લઇને આખરે બૌડાએ પેટ્રોલપંપને સીલ માર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...