અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલા યુપીએલ કંપનીના ગેટ નંબર-2 માં પાર્ક કરેલી ટેમ્પોમાંથી 42 નંગ બોક્ષમાં રહેલા ઉલાલા અને પનાના પાઉડરની ચોરી થઈ હતી. તસ્કરો કુલ 17.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સનસીટી સોસાયટીમાં રહેતા હરેશ ડાહ્યાભાઈ પટેલ પાસે ત્રણ ટેમ્પો છે. જેઓના આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એય.4009 ઉપર અંકલેશ્વરની બાગે ફિરદોષ સોસાયટીમાં રહેતા અમીરખાન જમીલખાન પઠાણ ચાલક તરીકે ફરજ બજાવે છે જે ગત તારીખ-11મી એપ્રિલના રોજ પાનોલીની સાવરિયા ગોડાઉન એનકેડી ખાતેથી ઉલાલા અને પનાના પાઉડર ભરેલા બોક્ષ નંગ -493 લઈ અંકલેશ્વરની યુપીએલ કંપની ખાતે આવ્યો હતો.
ટેમ્પો કંપનીના ગેટ નંબર-2 પાસે પાર્ક કરી રોઝા હોવાથી તે પોતાના ઘરે ગયો હતો. આ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને આઇસર ટેમ્પોના પાછળનો પડદો છૂટો કરી તેમાં રહેલા 493 પૈકી 42 નંગ બોક્ષમાં રહેલા 252 કિલો ગ્રામ પાઉડર મળી કુલ 17.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.