શિક્ષણ:ફી ન ભરી શકતા છાત્રો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા UGCની ભલામણ

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને કારણે શાળાઓને વાલીઓ પાસેથી ફી ભરવા દબાણ ન કરવા આદેશ અપાયા બાદ હવે કોલેજ અને યુનિ.ઓને યુજીસીએ ફી ભરવા દબાણ ન કરવા આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓ ફી ભરી શકે તેમ ન હોય તો તેમને માટે અલ્ટરનેટિવ વ્યવસ્થા કરવા ભલામણ કરી છે અથવા કોઇ વિદ્યાર્થી ફી ભરવા વધુ સમય માંગે તો પણ યોગ્ય સુવિધા કરવા તાકીદ કરી છે.

29 એપ્રિલથી યુજીસીએ વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમને નડતી સમસ્યાની ફરિયાદ કરી શકે તેથી ઓફિસિયલ ઇમેલ એડ્રેસ જાહેર કરાયો હતો. જેમાં દેશની વિવિધ યુનિ. અને કોલેજો દ્વારા ફીની માંગણી કરાયાની ફરિયાદો થતા યુજીસીએ જાહેરનામુ પ્રસિધ્ધ કરીને ફી માટે દબાણ ન કરવા આદેશ કર્યા છે.લોકડાઉનને કારણે વાલીઓ પાસે ફીની માંગણી કરવી યોગ્ય નથી તેમ યુજીસીએ ટકોર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...