બે લાખની સાયકલ ચોરીનું રેકેટ થયું ઉઘાડું:ભરૂચમાંથી સાયકલ ચોરી કરતા ટંકારીયા અને નબીપુરના બે ઝબ્બે, 35 ચોરીની સાયકલો કબ્જે

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયકલો ચોરતા સીસીટીવીમાં થયા કેદ થયા હતા, પોલીસે દબોચી લીધા

ભરૂચ સી ડીવીઝન પોલીસે મોઘીદાટ સાઇકલોની ચોરી કરતા ટંકારીયા અને નબીપુર ગામના બે યુવાનોને 2 લાખની કિંમતની 35 સાયકલો સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં સાયકલ ચોરીના ઉપરા – છાપરી ગુના દાખલ થતા પોલીસ દોડતી થઇ હતી.

બાતમીના આધારે કાર્યવાહી
આ ગુનાઓને તાત્કાલીક શોધી કાઢવા એસપી ડો. લીના પાટીલ તરફ્થી સૂચના મળતા પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડકટનાઓ દ્વારા અલગ – અલગ ટીમો બનાવી સાઇકલચોરને ઝડપી પાડવા બનાવવાળી જગ્યા તથા રાજ્ય સરકારના મહત્વકાંક્ષી VISWAS પ્રોજેકટના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીના ફુટેજની તપાસ શરૂ કરાવાઈ હતી. ફૂટેજમાં એક શખ્શ સાયકલ ચોરી કરતા કેમેરામાં કેદ થયો હતો.પોલીસની ટિમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે, ફૂટેજમા દેખાતો વ્યક્તી તુલસીધામથી ઝાડેશ્વર તરફ એક સાયકલ લઈ જઈ રહ્યો છે. જેથી આરીફ અલીમીયા શેખ નામના શખ્શને રોકી સઘન પુછ પરછ કરતા સાયકલની ચોરી કરી લઇ જતો હોવાની કબૂલાત કરી હતી.

પૂછપરછમાં કબુલાત કરી
વધુ પૂછપરછમાં આ વ્યક્તિએ નબીપુર ખાતે રહેતા દિન મહોમ્મદ સલીમ મલેકને ચોરી કરી આ સાઇકલ આપવાનો હોવાની કબુલાત કરતા નબીપુર ખાતે જઈ તપાસ કરતા મલેક પાસેથી 34 સાયકલ મળી આવી હતી. પોલીસ દ્વારા બન્ને આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને 35 સાયકલ, એક મોબાઈલ મળી રૂપિયા 2 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...