તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:નેત્રંગ તાલુકાના કવચીયા ગામ પાસે કારની ટક્કર વાગતા બાઇક સવાર બે યુવાનોનું મોત થયું

ભરૂચ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર ચાલકની જોરદાર ટક્કરથી બન્ને બાઇક સવાર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ કવચીયા ગામ પાસેના માર્ગ પર કારની ટક્કર વાગતા બાઇક પર સવાર કવચીયા ગામના બે યુવાનોના મોત નિપજ્યાં હતા. વાલિયા પોલીસને જાણ થતાં પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.

નેત્રંગ તાલુકાના કવચીયા ગામના 20 વર્ષીય કૌશિક ભુપત વસાવા અને 19 વર્ષીય અભિષેક કિશન વસાવા કે જેઓ કે.ટી.એમ નં. જીજે-22-એલ-6585 લઇને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતી અલ્ટો ગાડી નં. જીજે-5-સીઓ-8465ના ચાલકે ટક્કર મારતાં કૌશિક ભુપત વસાવાને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું.

જ્યારે બાઇક સવાર અભિષેક કિશન વસાવાને પણ માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.

ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. વાલીયા પોલીસે ગુનો નોંધી આગળની તપાહ હાથધરી હતી. કવચીયા ગામના બંને યુવાનોના અકસ્માતમાં મોતને ભેટતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા માંડ્યો હતો. તેમજ અંતિમવિધીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો