તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડબલ ફેટલ:અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર અને ઝઘડિયા જી.આઈ.ડી.સીમાં અકસ્માત, બે યુવાનોના મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંન્ને અકસ્માતમાં ટ્રકની અડફેટે આવતાં બાઇક ચાલકોના મોત થયા

રાજ્યભરમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમ જેમ વાહનો વધી રહ્યાં છે, તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યાં છે. અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર એક ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જયા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે ઝઘડિયા જી.આઈ.ડી.સીમા આવેલી વિઠ્ઠલ કંપની સામે બાઇકને ટ્રેલર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ટૂંકી સારવાર બાદ વડોદરા ખાતે મોત નીપજ્યું હતું

મળતી વિગતો અનુસાર રવિવારે રાત્રીના અરસામાં ભડકોદ્રા ગામ ખાતે રહેતો 19 વર્ષીય યુવાન આયુષ વસવા પોતાની એક્ટિવા (નંબર GJ-16-CL-6484) લઇ જઈ રહ્યો હતો. તે દરમિયાન એક ટ્રક (નંબર MH-18-BG-1536)ના ચાલકે તેને અડફેટમાં લીધો હતો. ગંભીર ઈજાઓને પગલે આયુશનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. અકસ્માત સર્જ્ય બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધ વધુ તપાસ હાથ ધરી છે

આવી જ રીતે ઝઘડિયા જી.આઈ.ડી.સીમા આવેલી વિઠ્ઠલ કંપની સામે બાઇકને ટ્રેલર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ટૂંકી સારવાર બાદ વડોદરા ખાતે મોત નીપજ્યું હતું. વાલિયા તાલુકાના હીરાપોર ગામમાં રહેતો 18 વર્ષીય રવિન્દ્ર ગોરધનભાઈ વસાવા બાઈક (નંબર-GJ-16-CR-5304)લઈ ઝઘડિયા જી.આઈ.ડી.સીમા આવેલી વિઠ્ઠલ કંપની સામેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પુરપાટ ઘસી આવેલા ટ્રેલર (નંબર-GJ-05-YY-7442)ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક સવારને ઇજાઓ પહોંચતા તેને પ્રથમ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...