ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલાં આઇનોક્ષ કોમ્પલેક્ષમાં કેટલાંક ટ્યુશન ક્લાસિસ ચાલી રહ્યાં છે. જેમાં આસપાસના વિસ્તારના બાળકો અભ્યાસ અર્થે આવતાં હોઇ તેઓ સાયકલ લઇને ત્યાં પહોંચે છે. દરમિયાનમાં છેલ્લાં એક-દોઢ મહિનાથી પાર્કિંગમાંથી વિદ્યાર્થીઓની સાયકલ ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી. પોલીસે બનાવને લઇને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરતાં તુલસીધામથી ઝાડેશ્વર તરફ એક શખ્સ સાયકલ લઇને જઇ રહ્યો હોવાનું માલુમ પડતાં પોલીસે તેની અટકાયત કરી હતી.
પ્રાથમિક પુછપરછમાં તેનું નામ આરીફ અલ્લીમિયા શેખ ( મુળ રહે. જંબુસરના દહેગામના ટેકરા ફળિયાનો વતની અને હાલમાં ટંકારિયા) હોવાનું માલુમ પડ્યું હતું. તેની પાસેની સાયકલ ચોરીની હોવાની કબુલાત કરતાં તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે તપાસતાં તેણે જણાવ્યું હતું કે, તે આર્થિક ફાયદા માટે સાયકલ ચોરી કરતો હતો. તેમજ ચોરીની સાયકલો નબીપુરના મેમ્બર સ્ટ્રીટ ખાતે રહેતાં મોહમદ સલીમ મલેકને આપતો હતો. પોલીસે બન્નેના ઘર પાસેથી કુલ બે લાખ રૂપિયાની મત્તાની 34 સાયકલો રિકવર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.