ધરપકડ:અણખીથી 6 લાખના દારૂ સાથે ક્લિનર સહિત બે ઝડપાયા

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇથી ટેમ્પોમાં દારૂ ભરી લાવીને સંતાડતા હતા

જંબુસર તાલુકાના અણખી ગામના બુટલેગરે મુંબઇથી ટેમ્પો ભરી દારૂ લાવી ખેતરમાં સંતાડવાનો કારસો ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી 6 લાખનો દારૂ તેમજ ટેમ્પો મળી કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે ટેમ્પોના ક્લિનરને ઝડપી પાડ્યાં હતાં. જોકે મુખ્ય બુટલેગર સહિત 5 જણાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જંબુસરના અણખી ગામે રહેતો વિક્રમ ખુમાનસંગ ઠાકોર વિદેશીદારૂનો વેપલો કરતો હોવાનું તેમજ તેણે મુંબઇથી ટેમ્પોમાં દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એલસીબીની ટીમને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં અણખી ગામની સીમમાં આવેલાં એક ખેતરમાં ટેમ્પોમાંથી દારૂ ઉતારવાનો કારસો ચાલી રહ્યો હતો. તે વેળાં પોલીસની ટીમ આવતાં ત્યાંથી કેટલાંક લોકો નાસી છુટ્યાં હતાં. જોકે, બે જણા ઝડપાઇ ગયાં હતાં.

પ્રાથમિક પુછપરછમાં તેમના નામ ભરત છોટુ ઠાકોર (રહે. મંજુલા, આમોદ) તેમજ બંકટ શંકર નિતલે (રહ. દહિસર, મુંબઇ) હોવાનુમાં માલુમ પડ્યું હતું. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, વિક્રમે દારૂ મંગાવ્યો હતો તેમજ ટેમ્પોનો ક્લિનર બંકટ નિતલે તેમજ ટેમ્પો ડ્રાઇવર બાલાજી ઉર્ફે બાલુએ મુંબઇથી દારૂ લાવ્યાં હોવાનું કબુલ્યું હતું. પોલીસે સ્થળ પર મળેલાં બે મોબાઇલ તેમજ એક બાઇકના માલિકની પણ સંડોવણી હોઇ તેમને પણ વોન્ટેડ જાહેર કરી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...