નેત્રંગ તાલુકાના શણકોઇ ગામ પાસેથી પોલીસે એક ટ્રકમાં ખિચોખીચ અને કૃરતાપુર્વક બાંધેલી 16 ભેંસોને બચાવી હતી. પ્રાથમિક પુછપરછમાં ચાલકે કબુલ્યું હતું. નેત્રંગ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશ તેમની ટીમ સાથે નાઇટ રાઉન્ડમાં હતાં તે વેળાં ગેરકાયદે રીત પશુઓની હેરાફેરી થવાની બાતમી તેમને મળી હતી.
જેના પગલ તેમણે નેત્રંગના શણકોઇ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની ટ્રક આવતાં ટીમે તેને અટકાવી અંદર તપાસ કરતાં તેમાં 16 ભેંસોને કૃરતાપુર્વક ટૂંકી દોરી વડે બાંધી હોવાનું જણાયું હતું. ઉપરાંત ભેંસો માટે ઘાસચારો કે પાણીની કોઇ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી.
તથા ભેંસોને ઉભા રહેવા મો તળવામાં રેતી પણ પાથરી ન હતી. ટીમે તેમના નામ પુછતાં ડ્રાઇવરનું નામ જીસાન દાઉદ મન્સુરી (રહે. લુકમાન પાર્ક, ભરૂચ) તથા ક્લિનરનું નામ હમઝહ અબ્દુલ રહમ ઇબ્રાહિમ પટેલ (રહે. આછોદ, આમોદ) હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રક માલિક આરિફ કાસમ મન્સુરી (રહે. પાલેજ)ના કહેવાથી સબર હોટલ પરથી બલ્લુ હાજીની ભેંસો ભરી તેઓ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલાં માર્કેટ યાર્ડમાં જઇ રહ્યાં છે. જેના પગલે ટીમે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.