અકસ્માતના CCTV:વાગરાના મુલર ગામ પાસે બે ટ્રક સામસામે અથડાઇ, ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરુચ ખસેડાયા

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલર ગામ પાસે આવેલા ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને અકસ્માત નડ્યો હતો, જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
વાગરાના મુલેર ગામ નજીક આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રક સામે સામે ભટકાઈ હતી. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દહેજ તરફથી ટ્રક લઈ આમોદ તરફ જઈ રહ્યા હતા અને આમોદ તરફથી દહેજ તરફ જતી ટ્રકને મુલેર નજીક આવેલા ભંડારી પેટ્રોલ પંપ પાસે અકસ્માત નડ્યો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલા વ્યક્તિને કેબિન કાપી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં આવેલા પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...