અકસ્માત:લગ્ન પતાવી પરત ફરતા જાનૈયાની પિકઅપ પલટતાં બે કિશોરીનાં મોત

ચીકદા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રના મોરખી ગામથી પરત ફરતી વેળા માથામોવલીના ઢાળ પાસે અકસ્માત
  • જીપમાં સવાર 15 ઇજાગ્રસ્તોને સારવાર માટે સાગબારા સરકારી દવાખાને ખસેડાયા

સાગબારા તાલુકાના સીમાઆમલી ગામના રહેવાસી જેરમાં સોમાસિયા વસાવાના દીકરાનું લગ્ન અક્કલકુવાના મોરખી ગામે નક્કી થયું હતું. જેની ફૂલહાર વિધિ કરવા માટે પંદરથી વિસ માણસો બોલેરો પિકઅપમાં મોરખી ગામે ગયા હતા.

લગ્નની ફુલહાર વિધિ પતાવીને પરત ફરતી વેળા ગોડદાથી ડુંગરવાળા રસ્તે આવતી વખતે માથામોવલી ગામના ઢાળ પાસે બોલેરો પિકઅપ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી ગઇ હતી. જેમાં ગાડીમાં બેઠેલા લોકો ફંગોળાઈને માણસો રસ્તા પર પટકાયા હતા. જેમાં તમામને નાની મોટી ઈજાઓ થઈ હતી. આસપાસના રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરતા 108 આવી ગઈ હતી. જેમાં ઇજાગ્રસ્તોને સાગબારા સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં મનીષાબેન કાગડીયા વસાવા ઉંમર વર્ષ.23 અને સાયનાબેન ભામટા વસાવા ઉંમર વર્ષ 18ને ઘટના સ્થળે મોત તેમજ મનીષાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે ફરિયાદ ને આધારે પીકઅપ ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...