કિશોરીઓને ડેમ ભરખી ગયો:વણખુટા ગામે રહેતી બે કિશોરીઓ કપડા ધોવા જતાં ધોલી ડેમમાં ડૂબી, કિનારેથી લાશો મળી આવી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના ધોલીડેમમાં ડુબી જવાથી 12 અને 17 વર્ષીય બે કિશોરીઓનાં મોત
  • ઉમલ્લા પોલીસે યુવતીઓના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી

ઝઘડિયાના ધોલી ડેમમાં કપડા ધોવા ગયેલી વણખુટા ગામની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ઉમલ્લા પોલીસે યુવતીઓના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી.

ઝઘડિયાના વણખુટા ગામે રહેતી અંજનાબેન રાકેશભાઇ વસાવા ઉ.વર્ષ 17 અને શિલ્પાબેન રોહિતભાઇ વસાવા ઉ.વર્ષ 12 ધોલીડેમ ખાતે કપડા ધોવા ગઇ હતી. ત્યારબાદ આ બંન્ને છોકરીઓ સમય વિતવા છતાં ઘરે પહોંચી નહોતી, તેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી.

દરમિયાન ધોલીડેમના કિનારા પર કોઇ બે છોકરીઓના મૃતદેહ પડેલા હોવાની જાણ થતાં ત્યાં જઇને જોતા આ મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલી વણખુટા ગામની અંજના અને શિલ્પાના હોવાનું જણાયું હતું. ઘટના અંગે વણખુટાના રહીશ દેવલભાઇ રામભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...