ભરૂચ જિલ્લામાં એક સાથે બે આત્મહત્યાના બનાવો સામે આવ્યાં છે. અંકલેશ્વરની અંબિકા રેસિડેન્સીમાં રહેતા 22 વર્ષીય યુવકે અને અંકલેશ્વર નિરાંત નગર ખાતે રહેતા 46 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર આત્મહત્યા કરીને જીવન ટુંકાવી લીધું છે.
મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના અંબિકા રેસીડેન્સીમા રહેતા 22 વર્ષીય યુવાન આકાશ ચોક્સીએ ગત રાતે પોતાની અગાશીમાં સુવા ગયો હતો. જ્યાં તેને અગમ્ય કારણોસર સીડી સાથે ફાંસો લટકાવી ગળે ટૂંપો દઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ સવારે સ્થાનિકોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી છે.
આવીજ રીતે અંકલેશ્વરના નિરાંત નગર ખત રહેતા એક 46 વર્ષીય વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 46 વર્ષીય રાજેશભાઈ પરમાર ઘરમાં એકલા હતા જેનો લાભ લઈને તેઓએ પંખા વળે ઓઢની લટકાવી ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. જોકે, તેઓએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણવા મળ્યું નથી. બનાવની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.