અકસ્માત:ભરૂચમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં બે વ્યક્તિના મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજના માર્ગ ઉપર એક ટેન્કર ચાલકે કારને અડફેટે લેતા કાર ચાલકનું મોત
  • વાગરા તાલુકાના સાયખા ગામે અજાણ્યા વાહનની હડફેટે રાહદારીનું મોત

ભરુચથી દહેજના માર્ગ ઉપર એક ટેન્કર ચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય ઘટનામાં વાગરા તાલુકાના સાયખા ગામે અજાણ્યા વાહનની હડફેટે રાહદારીનું મોત થયું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ જંબુસરના અને હાલ શુક્લતીર્થ ખાતે રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતાં રાજેશભાઈ પઢિયાર જી.સી.પી.ટી.સી.એલ કંપની ખાતેથી કાર લઈ ભરુચ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન સામેથી રોંગ સાઈડ ઉપર આવતા ટેન્કરના ચાલકે તેમની કારને ટક્કર મારી હતી. જેથી કારમાં સવાર રાજેશભાઈને ગંભીર ઇજાઓ પહોચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા. જોકે, સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું. ત્યારે આ બનાવ અંગે દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની અન્ય ઘટનામાં વાગરા તાલુકાનાં સાયખા નજીક અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત નીપજયું હતું. વાગરા તાલુકાનાં સાયખા ગામેથી જી.આઈ.ડી.સી. તરફ 30 વર્ષીય શિવજી સાહ જઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારી હતી. જેથી તેઓને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...