અપશબ્દો બોલતા મામલો ગરમાયો:કારમાં સવાર બે શખ્સોનો નજીવા મુદ્દે યુવાન પર હુમલો, ભરૂચના તુલસીધામ ચોકડી પાસે બનેલી ઘટના

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના ભોલાવ ખાતે આવેલી નારાયણકુંજ વિહાર સોસાયટીમાં રહેતો હેમેન્દ્રસિંહ દિલિપસિંહ ખેર સવારના સમયે તુલસીધામ ચાર રસ્તા પાસે તેની શિફ્ટની ગાડી આવી રહી હોઇ રસ્તો ઓળંગી રહ્યો હતો. દરમિયાનમાં એક કાર પુરઝડપે આવતાં તે રસ્તામાં જ ઉભો રહી જતાં કારમાં બેસેલાં બે શખ્સોએ તેને અપશબ્દો ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો.

ઉશ્કેરાયેલાં બન્ને શખ્સોએ તુરંત કારમાંથી નીચે ઉતરી તેની સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં એક શખ્સે કારમાંથી લોંખડનો પાઇપ કાઢતાં બીજાએ હેમેન્દ્રસિંહને પકડી લીધો હતો. જે બાદ તેણે ઉપરાછાપરી લોખંડના પાઇપના સપાટા મારી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. ઇજાગ્રસ્તને સિવિલમાં ખસેડાતાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...