નજીવી બાબતે ધમકી:ભરૂચના દયાદરામાં પિતરાઈ ભાઈનું ઉપરાણું લઈને આવેલા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખને બે શખ્સોએ મારમાર્યો

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય બાબતમાં મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
  • તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના દયાદરા ગામે નજીવી બાબતે બે શખ્સોએ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સહિત તેઓના પિતરાઇ ભાઈને જાતિ વિષયક અપશબ્દો બોલ્યાં હતા, તેમજ મારામારી કરી હતી. આ ઉપરાંત તેઓની સોનાની ચેનની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રેમ નગરી ખાતે રહેતા અને તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ તરીકે સેવા આપતા મણિલાલ કોયાભાઈ વસાવાના પિતરાઇ ભાઈ ગતરોજ સાંજે પશુઓ લઈ ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન દયાદાર ફાટક નજીક ગામના અજરુદ્દીન શબ્બીર ડેરીવાલા તેની બુલેટ પાર્ક કરી ઊભો હતો. ત્યારે પશુઓથી બુલેટને નુકસાન થશે તેમ કહી તે ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલ્યાં હતા. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો.

આ ઘટના બાદ પિતરાઇ ભાઈએ આ અંગે મણિલાલ વસાવાને જણાવતા તેને લઈ તેઓ અજરુદ્દીન ડેરીવાલા દુકાન પર ગયા હતા. જ્યાં તેઓએ પિતરાઇ ભાઈને કેમ અપશબ્દો બોલ્યાં તેમ કહેતા અજરૂદ્દીન ઉશ્કેરાઈ જઈ મણિલાલ વસાવા સાથે મારમારી કરી હતી. તેમજ કપાળના ભાગે પથ્થર મારી દીધો હતો. જે બાદ મિનહાજ શબ્બીર ડેરીવાલાએ તેના પગ ઉપર બુલેટ ગાડી ચલાવી જાતિ વિષયક અપશબ્દો બોલ્યાં હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝપાઝપી દરમિયાન 40 હજારની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો. ત્યારે મારમારી અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...