આકસ્મિક મોત:ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારોદ ગામ નજીક ટેન્કરે અડફેટે લેતા બાઈક સવાર યુવકનું મોત
  • કોસંબાના તરસાડીમાં ભીખ માગી રહેલા વૃદ્ધનું ટેમ્પો અડફેટે આવી જતા મોત

ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની બનેલી ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

જંબુસરના સારોદ ગામના મેન બજારમાં રહેતા સલમાન યાકુબ કડુજી પોતાના મિત્ર સલમાન યાસીન રંગૂની સાથે બાઇક નંબર-જી.જે.5.પી.ડી.5570 લઈ ધોબી પરબથી સારોદ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન સાંજના સમયે નાકસીવડ સામોજ જવાના માર્ગ ઉપર સારોદ ગામના તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર-જી.જે.01.એચ.ટી.0404ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક પર સવાર સલમાન યાસીન રંગૂની માર્ગ પર પટકાતાં તેના માથાના ભાગેથી ટેન્કરનું ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે સલમાન યાકુબ કડુજીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અકસ્માત અંગે વેડચ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે કોસંબાના તરસાડી વિસ્તારમાં આવેલ હસ્તી નગરમાં રહેતા 66 વર્ષીય સલિમ સત્તાર શેખ શરીરે અપંગ હૉય પોતાની પત્ની સાથે ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવે છે જેઓ અંકલેશ્વરના પિરામણ ગામના હેપ્પીનગર પાસેના નાળા નજીક ભીખ માંગી રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ થ્રી વહીલ ટેમ્પો પલટી ખાઈ ભીખ માંગી રહેલ વૃધ્ધ પર પડતાં તેઓ દબાઈ ગયા હતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયા ટૂંકી સારવાર બાદ તેનોનું કરૂણ મોત નીપજયું હતું અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...