તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ભરૂચમાં જુદાજુદા અકસ્માતના 2 બનાવમાં 2 લોકોના મોત થયાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્લતીર્થમાં બે બાઇક સામસામે ભટકાતાં યુવાન મોતને ભેટ્યો
  • લુવારા પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી

ભરૂચ તાલુકામાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે યુવાનોના મોત નીપજ્યાં હતાં. જેમાં શુકલતીર્થ ગામે બે બાઇક ભટકાતાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય એક બનાવમાં લુવારા પાટિયા પાસે અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતાં તેનું મોત થયું હતું. બન્ને બનાવો અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે રહેતાં જીતુભાઇ ગોવિંદ પટેલ તેમની બાઇક લઇને મંગલેશ્વર જવા નિકળ્યાં હતાં.

તે વેળાં શનીદેવના મંદિર પાસે અન્ય એક મોપેડના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં જીતુભાઇનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલકને પણ ઇજાઓ થઇ હતી.બીજી ઘટનામાં ભરૂચ હાઇવે પર લુવારા પાટિયા પાસે એક બાઇક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થઇ જતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

પોલીસે તેના કપડામાં તપાસ કરતાં તેનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું હતું. જેમાં તેનું નામ પરવનસિંહ અજિતસિંહ રાજપૂત ( રહે. નસોલી, તા. ભીનમાલ, જિ. મરોર, રાજસ્થાન) હોવાનું માલુમ પડ્યું હતું. નબીપુર પોલીસે બન્ને ઘટના અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...