તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રસ્તામાં બળદ આવી જતા બાઇક સવાર બે પટકાયા, બે અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ તાલુકામાં બાઇક અકસ્માતના બે બનાવમાં એક યુવતી સહિત ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. બંને બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતના પ્રથમ બનાવમાં નેત્રંગથી રાજપીપળા તરફ બાઇક લઇને ગુલામ મયુદીન ઇસ્માઇલ અને તેનો મિત્ર શિવમ મોદી સાથે જઇ રહ્યા હતા. દરમિયાન ખરાઠા ગામ પાસે પહોંચતા રસ્તામાં બળદ આવી જતા બંને મિત્રો પટકાયા હતા. જેમાં શિવમને ગંભીર ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જયારે બીજા બનાવમાં આંબાખાડી ગામના શ્રીનાથ ગોવિંદ વસાવા તેની બહેન જયશ્રી અને કાકાની દિકરી સોનાબેન સાથે બાઇક લઇને કોસંબા બહેનના ત્યાં ગયા હતા. જયાંથી પરત આવતા બીલોઠી ગામ નજીક સામેથી આવતી બાઇકના ચાલકે ટકકર મારી હતી. જેમાં જયશ્રીને ગંભીર ઇજા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...