તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાનોલીથી સાઇટ વિઝીટ કરી અંકલેશ્વર પરત ફરતા બે ભાગીદારોને અકસ્માત નડ્યો, એકનું મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકા પોલીસે ઘટની સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

પાનોલીથી સાઇટ વિઝીટ કરી અંકલેશ્વર પરત ફરતા બે ભાગીદારોની બાઇકને ટ્રેલરે અડફેટે લેતા ટાયર ફરી વળતા એકનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અંકલેશ્વરની સદભાવના સોસાયટીમાં રહેતા 57 વર્ષીય ચંદ્રશેખર ચોબે પતરાના રોડ અને સ્ટ્રક્ચરનો સુંદર રેસિડેન્સીમાં રહેતા જગતસિંઘ યાદવ સાથે ભાગીદારીમાં વ્યવસાય કરતા હતા.મંગળવારે જગતસિંઘની હોન્ડા સાઈન બાઇક ઉપર બેસી બન્ને ભાગીદારો પાનોલી જીઆઇડીસીની વિબ્રાન્ટ કંપનીમાં ચાલતી સાઈટની વિઝીટ કરવા ગયા હતા.

બપોરે અંકલેશ્વર પરત આવતી વેળા હાઇવે ઉપર પરિવાર હોટલ સામે અજાણ્યા ટ્રેલરે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બન્ને ભાગીદારો રસ્તા ઉપર પટકાયા હતા.ચન્દ્રશેખરના માથા ઉપરથી જ ટ્રેલરનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે જગતસિંઘને પણ શરીરે નાની મોટી ઇજાઓ પોહચી હતી.અકસ્માત મોત અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલકની શોધખોળ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...