તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઝઘડિયાના ગોવાલીથી સુરેન્દ્રનગર જવા નીકળેલા યુવાનને ઇકો કારમાં લિફ્ટ આપી લૂંટ ચલાવનાર છ પૈકી બે લૂંટારું ઝડપાયા

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત ચાર જૂને લૂટારૂઓએ રુપિયા 19 હજારની લૂંટ ચલાવી હતી
  • પોલીસે ટોલ પ્લાઝાના CCTV કેમેરાની મદદથી કાર્યવાહી કરી

ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામ પાસે આવેલી રાજેશ્વરી પેપર મિલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના હસમુખ વિરજીભાઈ સિરોયા ગોવાલી બસ સ્ટેન્ડ ઉપર ગત ચાર જૂને રાતે વતન જવા વાહનની રાહ જોઇને ઉભા હતા. તે સમયે આવેલી ઇકો કારમાં તેમને પેસેન્જર તરીકે બેસાડી હાઇવે ઉપર ટોલ ટેક્સ પસાર થયા બાદ મારમારી ચપ્પુ બતાવી છ આરોપીઓએ મોબાઈલ રોકડા સહિત રુપિયા 19 હજારની લૂંટ ચલાવી રસ્તા ઉતારી દઈ ફરાર થઈ ગયા હતા. જેમાથી બે લૂંટારું ઝડપાયા છે.

લૂંટ અંગે સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડી તથા ટોલ પ્લાઝાના CCTV કેમેરામાં તપાસ કરતા શંકાસ્પદ ઈકો ગાડી નજરે પડતા રજિસ્ટ્રેશન અને પોકેટ કોપની મદદથી ઇકો માલિક અને અને તેના સાથીઓની માહિતી મેળવી હતી.

ઝાડેશ્વર ચોકડી ઉપર વાહન ચેકીંગમાં ઇકો કારમાં લૂંટ ચલાવતા બે આરોપી સુફીયાન ઐયુબભાઈ વરાછીયા (રહે. કોસંબા તરસાડી સુરત) અને અવધેશ સુર્યમણી દુબે (રહે. કોસંબા. મુળ રહે. ઉત્તરપ્રદેશ)ને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

લૂંટના અન્ય ફરાર ચાર આરોપી મહેશ સુર્યમણી દુબે (રહે. કોસંબા) મનોજ ઉર્ફે કલુ રાઠોડ, વસીમ ઉર્ફે અષ્ણુ ઈસ્માનગની મલેક અને રાહુલ ઉર્ફે ટમેટો તમામ (રહે. કોસંબા)ને ઝબ્બે કરવા કવાયત હાથ ધરી છે.

આરોપીઓ રાત્રીના સમયે સુરતથી વડોદરા સુધીના હાઈવે ઉપર ઈકો ગાડી લઈને નિકળતા અને એકલ-દોકલ ઉભેલા પેસેન્જરને ગાડીમાં વચ્ચે બેસાડીને તેને ચપ્પુ બતાવી માર મારી લુંટ ચલાવી હાઈવે ઉપર નિર્જન સ્થળે ઉતારી દેતા હતા. પકડાયેલા બે આરોપી પાસેથી રોકડા 4000, મોબાઈલ, ચપ્પુ અને ઇકો કાર મળી કુલ રુપિયા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...