સુવિધા:અંકલેશ્વરની ESIC હોસ્પિટલમાં બે નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ, દર્દીઓને રાહત થઇ

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝગડિયાની ડી.સી.એમ. કંપની દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કરવામાં આવ્યા

અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ ખાતે ઝગડિયાની ડી.સી.એમ. કંપની દ્વારા બે પ્લાન્ટ ડોનેટ કરવામાં આવ્યા હતા. જેનું ઉદ્ઘાટન આજરોજ જીલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઝગડિયાની ડી.સી.એમ. કંપની દ્વારા અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ ખાતે ઓક્સિજનના બે પ્લાન્ટ દાન આપવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાની મહામારી વચ્ચે અને આવનાર ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને જીલ્લાની હોસ્પિટલોને સુસજ્જ કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યાં છે.

જેમા આજરોજ ઝગડિયાની ડી.સી.એમ. કંપની દ્વારા બે પ્લાન્ટ ડોનેટ કરવામાં આવ્યા છે. જેનું ઉદ્ઘાટન આજરોજ જીલ્લા કલેકટર ડો. એમ.ડી.મોડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભાગોરા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણી, ડી.સી.એમ. કંપનીના અધિકારીઓ તથા હોસ્પિટલના સત્તાધીશો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...