વિવાદ:ફ્રિજને અડીને ઉભા રહેતાં બે શખ્સોને સળિયાથી ફટકાર્યા

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચ શહેરના બીટીએમ મીલ કંપાઉન્ડ પાસે બનેલી ઘટના
  • એ-ડિવિઝન પોલીસ મથકે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

ભરૂચ શહેરના બીટીએમ મીલ કંપાઉન્ડ પાસે આવેલી એક કેબીન પર બે શખ્સો ફ્રીજને અડીને ઉભા હોઇ કેબિન ચલાવનાર મહિલાના ભાણેજે તેમને પાઇપના સપાટા માર્યાં હતાં. જ્યારે સામે પક્ષમાં ફરિયાદ નોંધાઇ હતી કે, બન્ને જણાએ યુવાન પર પથ્થર ફેંકતાં તેમને કહેવા જતાં તેમણે યુવાનને માર માર્યો હતો.

ભરૂચ શહેરમાં આવેલા આલી માતરિયા ઝૂપડપટ્ટી ખાતે રહેતાં રાકેશ મોહન વસાવાની માસી કલ્પના બીટીએમ મીલ કમ્પાઉન્ડ પાસે કેબીન ધરાવે છે. તેમજ તે તેમની કેબીન પાસે જ ઇંડાની લારી ચલાવે છે. તેની માસીની કેબીન પર અંકુર સોસાયટીમાં રહેતો પ્રકાશ ઉર્ફે લાલો રમેશ વસાવા તેમજ તેનો ભાઇ કલ્પેશ અને તેના મિત્રો ત્યાં બેસવા માટે આવતાં હતાં.

જેના પગલે તેમની અને રાકેશ વચ્ચે તકરારો ચાલતી હતી. દરમિયાનમાં ગઇકાલે સાંજે કલ્પેશ તેમજ પ્રકાશ સહિતનાઓ ત્યાં આવેલાં હોઇ પ્રકાશ કેબીન પાસેના ફ્રીજને અડીને ઉભો હોઇ રાકેશે ફ્રીજને અડીને કેમ ઉભો છે કહીં ઝઘડો કરી રાકેશ તેમજ તેના સાગરિતો લક્ષ્મણ ચંદુ વસાવા તેમજ ઉમેશ મોહન વસાવાએ તેમને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેના પગલે કલ્પેશે રાકેશ તેમજ તેના સાગરિતો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં રાકેશ મોહન વસાવાએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...