તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઉભેલાં ટેમ્પોમાં ડમ્પરની ટક્કર સિક્યુરિટી ગાર્ડ સહિત બેનાં મોત

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પો ચાલકે કાચ સાફ કરવા તેનું વાહન ઉભું રાખ્યું હતું
  • ભરૂચ દહેજ રોડ પર કેસરોલ ગામ પાસે બનેલી ઘટના

દહેજની કંપનીમાંથી કેમિકલના ડ્રમ ભરીને સૂરત ખાલી કરવા જતાં એક ટેમ્પોના ચાલકે કાચ સાફ કરવા કેસરોલ પાસે ટેમ્પો ઉભો રાખ્યો હતો. દરમિયાન સિક્યુરિટી ગાર્ડની ટીમ ત્યાં આવતાં તેઓ ત્યાં ઉભા હતાં. તે વેેળાં એક ડમ્પર ચાલકે ટેેમ્પોને પાછળથી ટક્કર મારતાં રોડ સિક્યુરિટી ગાર્ડ તેમજ ટેમ્પો ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર જણાને ઇજાઓ થઇ હતી.

રાજસ્થાનના બિકાનેરનો વતની મુનિરામ મંગલારામ ખાટી સૂરત તેના કાકા ઉદારામ બેગારામ ખાટી સાથે રહેતો હતો. દરમિયાન તેના કાકા ઉદારામને દહેજની જીએસીએલ કંપનીમાંથી કેમિકલના ડ્રમો ભરીને સૂરત ખાલી જવાનું કામ મળતાં તે તેના કાકાના ટેમ્પોમાં દહેજ આવ્યો હતો. જે બાદ તેઓ કેમિકલ ડ્રમો ભરીને સૂરત જવા નિકળ્યાં હતાં. કેસરોલ ગામે કાકાએ ટેમ્પો ઉભો રાખી કાચ સાફ કરતા હતાં. તે વેળાં બે સિક્યુરિટી ગાર્ડે તેમની પાસે આવી ટેમ્પો કેમ ઉભો રાખ્યો તેની પૂછપરછ કરી રહ્યાં હતાં.

દરમિયાન એક ડમ્પર ચાલકે ટેમ્પોને ટક્કર મારતાં ઉદારામ નીચે પટકાતાં ટેમ્પોનું ટાયર તેમની પરથી ફરી વળતાં મોત થયું હતું. જ્યારે સિક્યુરિટી ગાર્ડ પૈકીના સુમિતસિંગ વિરસિંગ શ્રીવાસા, સચિન રાજેન્દ્ર દેવરેને ઇજા થઇ હતી. તેમને સારવાર અર્થે સિવિલમાં લાવતાં તે પૈકીના સુમિતસિંગનું મોત થયું હતું. ભરૂચ તાલુકા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...