દુર્ઘટના:અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા ટ્રેડ શોપિંગ સેન્ટરમાં લિફ્ટ તૂટી પડતાં અફરાતફરી, બે લોકો ઇજાગ્રસ્ત

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા ટ્રેડ શોપિંગ સેન્ટરમાં લિફ્ટ તૂટી પડતાં અફરાતફરીનો સર્જાયો હતો. જેમાં બે લોકોને ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલા ટ્રેડ શોપિંગ સેન્ટર આવેલું છે. જે શોપિંગ સેન્ટર ખાતે લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેનો સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો તેમજ ખાનગી હોસ્પિટલનો સ્ટાફ ઉપયોગ કરે છે. આજરોજ સવારના અરસામાં 3થી વધુ લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આચનક લિફ્ટ તૂટી પડતાં અફરા-ફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનામાં 2 લોકોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સ્થાનિકોએ તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાને પગલે તાત્કાલિક લિફ્ટને બંધ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આટલું ભવ્ય શોપિંગ સેન્ટરનું નિર્માણ કરનાર બિલ્ડરરે લિફ્ટની સુવિધા હલકી કક્ષાની ઊભી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...