હિટ એન્ડ રન:ભરૂચમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે હિટ એન્ડ રનની બે ઘટના, બેના મોત

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષની સાંજે વૃદ્ધા ઉપર કાર ચઢાવી દેતા સ્થળ પર જ મોત
  • બીજા બનાવમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું

ભરૂચમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે હિટ એન્ડ રનની બે ઘટના સામે આવી છે. જેમાં વાહન ચાલકની બેદરકારીના લીધે એક 70 વર્ષીય વૃદ્ધા અને એક 75 વર્ષીય વૃદ્ધ મોતને ભેટ્યા છે.

ભરૂચ શહેરના ભીડભજનની ખાડીમાં રહેતા 70 વર્ષીય મધુબેન સુખદેવ વસાવા નૂતન વર્ષે ડો. યુસુફ પટેલના દવાખાના પાસે બેઠા હતા. ત્યારે સાંજના સુમારે (GJ-16-DC-3197)નંબરની કારના ચાલકે વૃદ્ધા ઉપર ગાડી ચઢાવી દીધી હતી. શરીર ઉપર ગંભીર ઇજાઓના કારણે વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત મોત સંદર્ભે મૃતકના પૌત્ર કિરીટ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકે કાર ચાલજ સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવામાં જંબુસરના કાવીથી લીમજ વચ્ચે અજણ્યો વાહન ચાલક વૃદ્ધને ફંગોળી ફરાર થઈ જતા નૂતન વર્ષે જ વડોદરા SSG હોસ્પિટલમાં મોતને ભેટ્યા હતા. નહાર ગામના 75 વર્ષીય જગાભાઈ વણકર દિવાળીની રાતે કાવીથી લીમજ ગામ તરફ આવી રહ્યા હતા. જે વેળા અજાણ્યો વાહન ચાલક વૃદ્ધને ફંગોળી ફરાર થઇ ગયો હતો.

ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને ભાણિયો કનુભાઈ પરમાર પ્રથમ જંબુસર રેફરલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું નુતનવર્ષે જ મોત થતા જંબુસર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...