તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દહેજમાં આવેલી ફિલાટેક્ષ કંપનીમાંથી 26.65 લાખની મત્તાનો પોલિસ્ટર યાર્નનો જથ્થો ટ્રકમાં ભરીને કડોદરા ખાતે જવા નિકળેલાં ટ્રક ડ્રાઇવર અતિક એહમદ જોહર અલી (રહે. પ્રતાપગઢ, યુપી)એ રસ્તામાં જ યાર્નનો જથ્થો સગેવગે કરી ટ્રક બિનવારસી હાલતમાં નવસારીની એક હોટલના કંપાઉન્ડમાં મુકી ફરાર થઇ ગયો હતો.
ઘટના અંગે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પીઆઇ અનિરૂદ્ધસિંહ ગોહિલે વિવિધ ટીમો બનાવી આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાનમાં કોન્સ્ટેબલ પિન્ટુ ઝાલા તેમજ પંકેશભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે, સૂરતના વનમાળળી જંક્શન BRTS કેનાલ રોડ, યોગી ચોક પાસે આવેલાં બિનાકા કેમ્પસના એક ગોડાઉનમાં ચોરીનો જથ્થો સંતાડ્યો છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં શિવલાલ હસમુખ શાહ (હાલ રહે. પાલ અડાજણ, સૂરત. મુળ રહે. રાયપુર, ભિલવાડા, રાજસ્થાન) તેમજ જયેશ મનહર જૈન (હાલ રહે. ગાયત્રી સોસાયટી, ઉધના, સુરત. મુળ રહે. ભીમ, રાજસમદ, રાજસ્થાન) નામના બે શખ્સોને ઝડપી પાડ્યાં હતાં.
તેમજ ગોડાઉનમાંથી ફિલાટેક્ષ કંપનીના ચોરીના યાર્નનો 20.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી તેમના કોવિડ ટેસ્ટની કવાયત હાથ ધરી છે. જે બાદ તેમની સાથે કારસામાં સંડોવાયેલાં આરોપીઓની વિગતો મેળવવા તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.