ઘટના:બાઇક ઝાડમાં અથડાતા દિવાળીની ખરીદી કરવા જતાં બે મિત્રોના મોત

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જંબુસરના કિમોજ-કંથારિયા નાળા પાસે બનેલી ઘટના

જંબુસર તાલુકાના કંથારિયા ગામના બે મિત્રો બાઇક પર દિવાળીની ખરીદી માટે જંબુસર ગયાં હતાં. જ્યાંથી પરત આવતી વેેળાં કિમોજ -કંથારિયા નાળા પાસેના વળાંક પર તેમની બાઇક ઝાડમાં ભટકાઇ ગઇ હતી. અકસ્માતમાં બન્નેને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે કાવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંબુસર તાલુકાના કંથારિયા ગામે નવી નગરી વિસ્તારમાં રહેતાં અર્જુન જયંતી રાઠોડનો ભત્રીજો વિષ્ણુ દલપત રાઠોડ બાઇક પર ફળિયામાં રહેતાં તેના મિત્ર પ્રકાશ વિનોદ રાઠોડ સાથે દિવાળીની ખરીદી કરવા માટે જંબુસર ગયો હતો. જ્યાંથી તેણે સાંજે 4 વાગ્યાના અરસામાં ફોન પર વાત પણ કરી હતી. જેે બાદ તે મોડી રાત્રી સુધી ઘરે નહીં આવતાં બન્નેના પરિવારજનો ગભરાયાં હતાં. જેથી સવારથી જ તેઓ તેમને શોધવામાં જોતરાયાં હતાં. તે દરમિયાનમાં કિમોજ-કંથારિયા રોડ પર આવેલાં નાળા પાસેના વળાંક પર તેમની બાઇક મુજમહુડાના ઝાડ સાથે અથડાયેલી હાલતમાં પડેલી મળી આવતી હતી. તેમજ તેઓ બન્ને કાંસમાં પડી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે મૃતક વિષ્ણુના કાકા અર્જૂને કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...