તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરમાન:પાલિકાના બે પૂર્વ પ્રમુખ, પૂર્વ CO અને હાલના COને પ્રાદેશિક કમિશનરનું તેડું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ નગરપાલિકા દ્વારા એક કરોડના ખર્ચે બનાવેલી ગેબીયન વોલનો મામલો
  • આગામી 10 ઓગસ્ટના રોજ પ્રાદેશિક કમિશનરે સુરત ખાતે હાજર થવા માટે ફરમાન કર્યું

ભરૂચમાં પાંચબત્તી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા એક કરોડ ઉપરાંતના ખર્ચે ગેબીયન વોલ બનાવાઇ હતી. આ વોલ બિલ્ડરને લાભ કરાવવા બનાવી હોવાના આક્ષેપ સાથે ગેબીયન વોલ ગુમ થઈ જતાં મામલો પ્રાદેશિક કમિશનરમાં પહોંચ્યો હતો. જેના પગલે પ્રાદેશિક કમિશનરે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ સીઓ અને હાલના સીઓને આગામી 10 ઓગષ્ટે સુરતમાં હાજર થવા ફરમાન કર્યું છે.

ભરૂચના પાંચ બત્તી સર્કલથી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર મોતીલાલ વીણ બાગની સામે રસ્તો પહોળો કરવાના બહાને ભરૂચ પાલિકાની તિજોરીમાંથી એક કરોડ ઉપરાંતની ગેબીયન વોલ ઉભી કરી દેવાઇ હતી. પરંતુ આ ગેબીયન વોલ માત્ર બિલ્ડરના લાભ ખાતર ઉભી કરાઇ હોવાના આક્ષેપ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ ધવલ કનોજિયાએ વાંધો ઉઠાવી સુરત પ્રાદેશિક કમિશનરમાં ફરિયાદ કરી હતી. જેના પગલે સમગ્ર પ્રકરણમાં આગામી 10મી ઓગષ્ટના રોજ ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલ, પૂર્વ પ્રમુખ આર.વી. પટેલ, ભરૂચ પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર કેતન વાનાણી, પાલિકાના હાલના ચીફ ઓફિસરને સુરત ખાતે પ્રાદેશિક કમિશ્નરમાં સમગ્ર પ્રકરણના દસ્તાવેજી પુરાવા સાથે હાજર થવા ફરમાન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...