પોલીસ ફરિયાદ:માસિક ભાડાના બહાને શખ્સ બે ઇકો લઇ ગયાં બાદ ગાયબ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના યુવાનને વડોદરાના ઠગે ચૂનો ચોપડતાં પોલીસ ફરિયાદ

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી શિવ આશિષ સોસાયટીમાં રહેતાં યશ દિપક પટેલના ફોઇના પુત્ર વિશાલ વિજય પટેલની ઇકો કાર વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતાં મનિષ અશોક હરસોરાને ત્યાં માસીક 30 હજારના ભાડેથી ચાલતી હતી. દરમિયાનમાં યશ પટેલ અને તેની માતાએ પણ બે નવી ઇકો કાર છોડાવી હોઇ તે બન્ને કાર ત્યાં જ ભાડે આપવાનું નક્કી કરી કર્યું હતું.

મનિષ હરસોરાએ તેમની બન્ને કાર 30-30 હજાર મહિનાના ભાડેથી રાખી હતી. જેના પગલે તેમણે ગાડીના અસલ બીલના દસ્તાવેજ, આરસીબુક, ચાવી સહિતનો સામાન પણ તેમને આપી દીધો હતો. બન્ને વાહનો જૂલાઇ મહિનામાં લઇ ગયાં ત્યારે એડ્વાન્સ પેટે બન્ને કારના 60 હજાર આપ્યાં હતાં. જે બાદ સપ્ટેમ્બર મહિના સુધી નિયમિત ભાડુ ચુકવ્યો હતો. જોકે, બાદમાં રૂપિયા આપવાના બંધ કરતાં તેમણે રૂપિયાની માંગણી કરતાં 5મી ડિસેમ્બરે મનીષે તેમને મળી 17મી સુધીમાં રૂપિયા આપવાની અને તે બાદ 30 ડિસેમ્બર સુધીમાં વાહનો આપી દેવાની બાંહેધરી આપી હતી.

જે બાદ તેણે 15 તારીખના ચેક પણ આપ્યાં હતાં. જે બાદ પણ તેણે સતત રૂપિા આપવાની બાંહેધરી આપી હતી. દરમિયાનમાં 11મી ડિસેમ્બરે તેની ઓફિસ બંધ હોઇ તેના ઘરે તપાસ કરતાં તેનું ઘર પણ બંધ કરી જતો રહ્યો હોવાનું માલલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...