સ્પર્ધા:ભરૂચના બે સ્પર્ધકો ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગની સ્પર્ધામાં ઝળક્યાં

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધામાં રાજ્યભરમાંથી 650થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો

સુરત સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સ્ટેટ પાવર લીફટિંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપનું સુતર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માસ્ટર કેટેગરીમાં ભરૂચના અંકુર પટેલ અને સંધ્યા સાહે બાજી મારી હતી.

સ્પોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત સુરત દ્વારા ગુજરાત સ્ટેટ પાવર લીફટિંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયન સિપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના 650 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો જેમાં અંકુર પટેલે ગુજરાત સ્ટેટ પાવર લીફટિંગ, અને ડેડલિફ્ટ ચેમ્પિયન સિપ માસ્ટર વન 75 થી 83 Kg કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા

જ્યારે બેન્ચપ્રેસ મા બીજા ક્રમાંકે સાથે વિજેતા રહ્યા હતા. રમતમાં મોટાભાગે હરિયાણા પંજાબ જેવા રાજ્યોની યુવતીઓ આગળ હોઈ છે પરંતુ હવે ગુજરાતની યુવતીઓ પણ રમતમાં હવે બાજી મારી રહી છે સુરત ખાતે યોજાયેલ સપોર્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ પાવર લીફટિંગ, બેન્ચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયન સિપમા માસ્ટર વન 63 kg કેટેગરી મા સંધ્યા સાહે પ્રત્રિનીધીત્વ કર્યું હતું જેમાં તેઓ બીજા ક્રમાંક સાથે વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...