સિદ્ધિ:ભરૂચના બે બાળકોનું દક્ષિણ આફ્રિકામાં રમાતી નોર્થ વેસ્ટ ટૂર્નામેન્ટ NPLમાં અન્ડર 19માં પસંદગી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 500 ખેલાડીઓમાંથી આ બંને બાળકોની પસંદગી થઈ
  • નબીપુર ગામમાં અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ

ભરૂચ જિલ્લાના નબીપુરના અને હાલ દક્ષિણ આફ્રિકામાં કલરકસદોરપ ટાઉનમાં રહેતા 2 યુવાનોનું દક્ષિણ આફ્રિકામાં રમાતી નોર્થ વેસ્ટ ટૂર્નામેન્ટ NPLમાં અન્ડર 19માં પસંદગી થઈ છે. આ બન્ને યુવાનોની પસંદગી થવાથી નબીપુર ગામમાં અને તેમના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે.

અભ્યાસની સાથે સાથે ક્રિકેટમાં પણ બંને બાળકોને છે ખુબ રૂચિ

ભરૂચ જિલ્લાના નબીપુર ગામના બે બાળકો રૈહાન મહમદ કડુજી અને રેહાન દિલાવર નૂનીયા જેઓ દ.આફ્રિકાના કલરકસદોરપ ટાઉનમાં પોતાના માતા-પિતા સાથે રહે છે. તેઓએ અભ્યાસની સાથે સાથે ક્રિકેટમાં ખૂબ રુચિ દાખવી હતી. જેઓની હાલમાં દ. આફ્રિકામાં રમાતી નોર્થ વેસ્ટ ટૂર્નામેન્ટ NPLમાં અન્ડર 19માં 500 ખેલાડીઓમાંથી પસંદગી થઈ છે. આ બંને યુવાનો ચાલુ સીઝનમાં રમાનારી NPL અન્ડર 19 ટૂર્નામેન્ટમાં રમશે. આ બન્ને યુવાનોની પસંદગી થવાથી નબીપુર ગામમાં અને તેમના પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છે. તેઓએ નબીપુરા ગામની સાથોસાથ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...