તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભરૂચ જિલ્લામાં બે સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગર ઝડપાયા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂની 40 નંગ બોટલ કબ્જે કરી

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભરૂચ જિલ્લામાં બે સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગર ઝડપાયા છે.

નવા ગામના કુખ્યાત બુટલેગર સતિશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો

બાતમીના આધારે અંદાડા ગામના મોટા ફળિયામાં રહેતી મહિલા બુટલેગર જયોતિબેન ઉપેન્દ્રભાઈ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 40 નંગ બોટલ કબ્જે કરી હતી. અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. તો આવી જ રીતે ભરૂચ એલસીબી પોલીસે ઝઘડીયા ગામના ભંડારીની ચાલમાં રહેતા બુટલેગર રાકેશ હરેશભાઈ મોદીના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 76 નંગ બોટલ કબ્જે કરી હતી. અને બુટલેગરને ઝડપી પાડી હતી. જ્યારે નવા ગામના કુખ્યાત બુટલેગર સતિશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમાં પોલીસે બંને સ્થળેથી મળી કુલ 13 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...