તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટર:વાગરાના મુલેર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ તબીબ ઝડપાયા

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાઓ, બી.પી. માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ સહિતનો સામાન જપ્ત

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. તેવામાં હવે બોગસ તબીબોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા 2 બોગસ તબીબો પોલીસના હાથે ઝડપાયા છે. બન્ને બોગસ તબીબ પાસેથી પોલીસે દવાઓ, બી.પી. માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ સહિતનો સામાન જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની કોઇપણ ડિગ્રી મળી ન હતી

વાગરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મુલેર ગામે બોગસ તબીબ દવાખાનું ચલાવી રહ્યો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે મુલેર ચોકડી પાસે સ્થળ પર જઈ તપાસ કરતા સૂરજ સમીર બીશ્વાસ અને પરેશ મનહરલાલ કંસારા કે, જે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. જેઓ ગામમાં જ દવાખાનું ચલાવતા હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે પોલીસે આ ઇસમોને ચોક્કસ ડિગ્રી તેમજ મેડિકલ ડિગ્રીના પ્રમાણપત્ર બાબતે પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. એ સિવાય મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેની બીજી કોઇપણ ડિગ્રી મળી ન હતી.

એલોપથી દવાઓ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરી

જેથી બોગસ તબીબ હોવાનું જણાઈ આવતા પોલીસે પંચનામું કરી એલોપથી દવાઓ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરી હતી. વાગરા પોલીસે મુલેર ગામે દવાખાનું ચલાવતા ઝડપાયેલા 2 બોગસ તબીબ સૂરજ સમીર બીશ્વાસ અને પરેશ મનહરલાલ કંસારા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અન્ય સ્થળોએ પણ બોગસ તબીબો પ્રેક્ટિસ કરી રહ્યાં છે કે, કેમ તે બાબતે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...